વિશ્વનો પહેલો કેમેરો 1894માં બનાવવામાં આવ્યો હતો જેમાં ફોટો પડાવવા માટે 8 કલાક સુધી તેની સામે બેસી રહેવું પડતું ત્યારે ચિત્ર બહાર આવી શકતું હતું
દુનિયાની સૌથી ઊંડી હોટેલ જમીનથી 1300 ફૂટ નીચે વેલ્સના સ્નોડોનિયા પર્વતોની વચ્ચે આવેલી ‘ડીપ સ્લીપ’ છે, ત્યાં એક રાત રોકાવાનું ભાડું લગભગ 57 હજાર રૂપિયા છે
ઈન્ડોનેશિયા એક એવો દેશ છે જ્યાં વિશ્વના સૌથી ઠીંગણા લોકો રહે છે જ્યાં સરેરાશ પુખ્ત વ્યક્તિ ઉંચાઈ લગભગ 5 ફૂટ 1.8 ઇંચ છે
વર્ષ 1988 માં સચિન તેંડુલકરે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં એક દિવસીય પ્રેક્ટિસ મેચમાં પાકિસ્તાન માટે ફિલ્ડિંગ કરી હતી
શ્રીલંકામાં ઉગતું કાદુપુલ ફ્લાવર એક એવો ફૂલનો છોડ છે જેની કિંમત અમૂલ્ય છે કારણ કે તેનું ફુલ વર્ષમાં એકવાર રાત્રે ખીલે છે અને સવારે સુકાઈ જાય છે
પ્રશાંત મહાસાગરોમાં જોવા મળતી સ્ટોન ફિશ વિશ્વની સૌથી ખતરનાક માછલી છે તેનો ડંખ એટલો ખતરનાક છે કે એક કલાકની અંદર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે
Venus Flytrap નોનવેજ છોડ છે જે જીવજંતુ અને જીવાતને તેના પર બેસતા જ અંદરની બાજુ ખેંચી લે છે અને પોતાનો આહાર બનાવે છે.
રૂપિયા શબ્દનો ઉપયોગ શેરશાહ સૂરીએ કર્યો હતો, જેમણે 1540 થી 1545 સુધી ભારત પર રાજ કર્યું હતું તે સમયે વ્યવહારુ ચલણ તરીકે રૂપિયા નામનો ચાંદીનો સિક્કો બહાર પાડ્યો હતો